Font Size

Cpanel

Festival-Good Friday

જિસસ ક્રાઇસ્ટને શૂળી ચઢાવ્યા હતા, એ 3 એપ્રિલ ઇ.સ. 33નો દિવસ શુક્રવાર હતો. ગૂડ ફ્રાયડે માતમનો તહેવાર છે. અવતારનાં સ્મારકનો તહેવાર છે. તો પછી તેને ગૂડ કેમ કહે છે? પ્રાચીન અંગ્રેજી ભાષામાં પવિત્ર અથવા ઇશ્વરીય કાર્ય માટે ગૂડ શબ્દ છે. ગૂડ ફ્રાયડે એટલે પવિત્ર શુકવાર. આપણે છૂટા પડતી વખતે ગૂડ-બાય કહી છીએ. દરઅસલ એ ‘ગોડ બી વિથ યૂ’(ભગવાન તમારી સાથે છે-ખુદાહાફિઝ) એવી શુભેચ્છાનું અપભ્રંશ છે. એ જ રીતે એવું પણ મનાય છે કે ગૂડ ફ્રાયડેનો ગૂડ ખરેખર તો ગોડ ફ્રાયડે છે. ગૂડ ફ્રાય ડે પછીનાં રવિવાર ઇસ્ટરનાં દિવસે જિસસ ક્રાઇસ્ટનો પુનર્જન્મ થાય છે. ક્રિશ્ચિયન ધર્મમાં માનનારા માને છે કેજિસસે બલિદાન આપીને દુનિયાભરનાં પાપ એમણે પોતે લઇ લીધા અને લોકોને પાપમુક્ત કર્યા એટલે.. આ શુક્રવાર ગૂડ છે.

ગૂડ ભલે હોય પણ પશ્ચિમી લોકવાયકા અનુસાર શુક્રવારને અશુભ મનાય છે. એક તો જિસસને શૂળી પર ચઢાવ્યા. યહૂદી અને મુસલમાનો શુક્રવારને પવિત્ર માને છે. એટલે ખ્રિસ્તીઓ માટે શુક્રવાર અશુભ છે, એવું મનાય છે. એક તો શુક્રવાર અને જો તેરતારીખ હોય તો કારેલાનો વેલો અને લીમડે ચઢ્યા જેવો ઘાટ થાય. કારણ કે 13 તારીખનેપણ અશુભ માનવામાં આવે છે. એનું કારણ છે કે 12 પરફેક્ટ આંકડો છે. વર્ષનાં મહિના 12, દિવસનાં કલાક 12, રાશિચક્રની રાશિ 12, જિસસ ક્રાઇસ્ટનાં પટ્ટશિષ્ય 12 હતા. જિસસનાં વધની આગળી રાતે લાસ્ટ સપર નામે પ્રચલિત આખરી ભોજનમાં જિસસ અને એમના 12 શિષ્ય સાથે કુલ 13 જણા હતા. ત્યારે જિસસે ભવિષ્યવાણી કરી હતી કે કોઇ એક શિષ્ય દગો કરશે. બીજે દિવસે શુક્રવારે એમને વધસ્તંભ પર ચઢવું પડ્યુ. આમ અશુભ મનાતા તારીખ અને દિવસનાંપરિપેક્ષમાં લખાયેલી થોમસ લૉસનની નવલકથા ‘ફ્રાયડે, ધ થર્ટીન્થ’(2004) લોકપ્રિય બની હતી; જેમાં એક સટોડિયો રોકાણકારોની અંધશ્રદ્ધાનો લાભ લઇને શુક્રવાર અને તેર તારીખે શેરબજાર પડી ભાંગવાની અફવા ફેલાવીને પોતાના ફાયદા માટે લોકોમાં ગભરાટ ફેલાવી દેવાની વાત વણી લેવામાં આવી છે. આવી જ માન્યતા ડાન બ્રાઉનની વિખ્યાત નવલકથા ‘ડા વિન્સી કોડ’(2003) અને જહોન રોબિન્સનની ‘બોર્ન ઇન બ્લડ-લોસ સિક્રેટ ઓફ મેસનરી’(1989)મા ં પણ લખાયેલી છે. શુક્રવાર અનેતેર તારીખનાં ડરને અંગ્રેજીમાં ફ્રિગ્ગાટ્રિસ્ક ેઇડેકાફોબિઆ કહે છે. ફ્રિગ્ગા એટલે શુક્ર, ટ્રિસ એટલે ત્રણ અને ડેકા એટલે દસ એટલે 13, શુક્ર અને તેરનાં સાયુજ્યનો ડર. જો કે બ્લેક ફ્રાયડેનો અર્થ સહેજ જુદો છે. અમેરિકામાં થેંક્સ ગિવિંગ ડેની રજા નવેમ્બરનાં છેલ્લા ગુરુવારે આવે છે. ડિસેમ્બરમાં ક્રિસમસ છે. એટલે ગુરુવારની રજા પછી લોકો આવનારા ક્રિસમસની ખરીદી કરવા ઉમટી પડે છે. ઠેર ઠેર સેલ, ટ્રાફિક જામ, ધમાચકડી.. વહિવટી તંત્ર માટે થેંકસ ગિવિંગ ડે પછીનો શુક્રવાર ‘બ્લેક ફ્રાયડે’ છે.