Font Size

Cpanel

Festival - Dr. Ambedkar Janati (ડો. આંબેડકર જયંતી)


ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર છૂત અને અછૂતની માન્યતા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેઓ પોતે એક દલિત પરિવારના હતા જેમને સ્પર્શ કરવાનો અધિકાર પણ આપવામાં આવતો ન હતો. એવા કાદવમાં તેઓ કમળ બનીને બહાર આવ્યા હતા.

  •  ભારતરત્ન ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુ ખાતે અછૂત ગણાતા મહાર પરિવારમાં થયો હતો.
  •  તેમના પિતાનું નામ રામજીભાઇ માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઇ હતું. ભીમરાવ આંબેડકર તેમના પિતાના ચૌદમા અને છેલ્લા સંતાન હતા. તેમના પિતા મિલિટરીમાં સૂબેદાર હતા. માત્ર છ વર્ષની ઉંમરે ભીમરાવે તેમના માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળપણથી જ તેઓ હોશિયાર હતા. તેમની સાચી અટક સકપાલ હતી પણ તેમના સ્કૂલના એક શિક્ષકે તેમની અટક બદલીને આંબેડકર કરી નાખી હતી.
  •  બાબા સાહેબ આંબેડકરે હાઈસ્કૂલનંુ શિક્ષણ મંુબઈની એલિફન્સ્ટન હાઇસ્કૂલમાંથી મેળવ્યંુ છે. ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પાસ કર્યા પછી આગળના અભ્યાસ માટે તેમનેે વડોદરાના મહારાજા ગાયકવાડે સ્કોલરશિપની વ્યવસ્થા કરી આપી હતી. જેની મદદથી તેમણે મુંબઈની પ્રખ્યાત એલિફન્સ્ટન કોલેજમાંથી ઇંગ્લિશ વિષય સાથે બી.એ. પાસ કર્યું હતું. તેઓ સ્નાતક થયા ત્યારે તેમના પરિવારની આર્િથક સ્થિતિ સારી ન હતી. તેવા સમયમાં વડોદરાના મહારાજા ગાયકવાડે રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે તેમની નિમણૂક કરી હતી.
  •  ૨ ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ બાબા સાહેબ આંબેડકરના પિતાનું અવસાન થયું અને તેમને ફરજિયાતપણે નોકરીને તિલાંજલિ આપવી પડી. તે સમયે મહારાજા ગાયકવાડ તેમના ખર્ચે વિદ્યાર્થીઓને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે મોકલતા હતા. જેમાં બાબા સાહેબ આંબેડકરની પણ પસંદગી કરવામાં આવી.
  •  વર્ષ ૧૯૧૩ના જુલાઈ માસમાં બાબા સાહેબ આંબેડકરે અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવ્યો. જ્યાંથી તેમણે એમ.એ. પૂર્ણ કરી બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપર સંશોધન નિબંધ રજૂ કરીને પી.એચડીની ડીગ્રી મેળવી. ત્યારબાદ તેઓ વધારે અભ્યાસ માટે અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને આંબેડકર બેરિસ્ટર થયા.
  •  જૂન, ૧૯૨૮માં તેઓ મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક હતા. ૧૪ ઓગસ્ટ, ૧૯૩૧માં બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ.
  •  ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરનો ખૂબ જ મોટો ફાળો છે. ૧૯૪૬માં જ્યારે વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવીને ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા હતા ત્યારે પહેલી વાર તેમણે તત્કાલીન ભારતના દલિત સમાજના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કર્યા હતા.
  •  ૧૯૪૭માં ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા.