Font Size

Cpanel

SAPTADHARA : Knowledge Band (જ્ઞાન ધારા)

Colleges have to see to it that students partake in the process of acquiring knowledge as active learners. To lead an accomplished life, every one of us should find answers to the following questions. Young students need to be part of this process of inquisition to make their life worthy of higher goals:

The colleges should celebrate Swami Vivekanand Jayanti on the 12th January as the ‘Yuva Jayanti and Gyan Jayanti’. On this day, teachers and students will share their knowledge and experience of various spheres of learning. Colleges can also organize ‘Gyanotsav: Knowledge Forum’ wherein students can participate in debate, elocution and essay competitions. Participants can be encouraged with felicitation by the college. More than organizing competitions, colleges should encourage students to express and exhibit ideas, views and independent thinking in the process of their personality development.

વિદ્યાર્થી જ્ઞાનની આરાધના અને પ્રક્રિયામાં જોડાય તે માટે કોલેજ કક્ષાએ ચિંતન જરૂરી છે. તમામ મનુષ્યોએ  માનવ જીવનને સાર્થક કરતા નીચે મુજબ પ્રશ્નોના જવાબો શોધવા જરૂરી છે. યુવાનોને પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવા નીચે પ્રમાણેની શોધ પ્રક્રિયામાં જોડાવું  આવશ્યક છે. જેમ કે,

  1. જીવનનો ઉદેશ શું છે ?
  2. જીવનનું સ્તર સતત ઉંચે લઇ જવાની ચાવી કઈ છે ?
  3. શારીરિક શિક્ષણનું મહત્વ શું છે ?
  4. વિકાસ સંધાવાનું કોઈ શાસ્ત્ર છે અને વિકાસ સાંધવાની શી કળા છે ?

 

આ માટે સપ્તાહમાં કે પખવાડીએ એક વખત એક કલાકની સમય મર્યાદામાં  વિદ્યાર્થીઓ ઉપરોક્ત વિષયો અને સાથે સાથે સાંપ્રત સમસ્યાઓ ભારતીય સંસ્કૃતિ, વૈશ્વિક સમસ્યાઓ, પર્યાવરણીય બાબતો, ઉર્જા વિકાસની સમસ્યાઓ, ભારતના આંતર રાષ્ટ્રીય સંબંધોના પ્રશ્નો, ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાંથી તારવી શકાય તેવા પાઠો અને ભારતના અને વિશ્વના ભવિષ્ય વિષે આપણા સ્વપ્નો અને તેમને સિદ્ધ કરવા માટેના સાધનો, રાષ્ટ્રવાદ  અને આંતર રાષ્ટ્રવાદ જેવી  વિષયેતર બાબતોની ચર્ચા કરે. સાથે સાથે એક  કલાકની સમય મર્યાદામાં તેના પર ચિંતન થાય. જેનાથી વિદ્યાર્થીઓ  સમય જ્ઞાનની પ્રક્રિયામાં જોડાય.

કોલેજ કક્ષાએ તા. ૧૨ મી જાન્યુઆરી - સ્વામી વિવેકાનંદ જયંતીને યુવા જયંતી અને જ્ઞાન જયંતી તરીકે ઉજવવી. જેમાં  વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન થાય. વિધાર્થીઓના શ્રેષ્ઠ નિબંધો રજુ થાય તથા જે વાર્તાલાપ થાય તેમાં જ્ઞાનોત્સવ ઉજવાય તેવું વાતાવરણ ઉભું કરવું અને શ્રેષ્ઠ નિબંધ લેખક વિદ્યાર્થીઓનું કોલેજ કક્ષાએ સન્માન કરવું.

આ ક્ષેત્રે માત્ર સર્ધાઓ જ યોજાય તેવું અભિપ્રેત નથી. સ્પર્ધાઓ કરતા ઉત્સવની ઉજવણીનો  ભાવ કેળવાય અને વધારેને વધારે વિદ્યાર્થીઓ વ્યક્તિત્વ વિકાસની આ પ્રક્રિયામાં જોડાય તે જરૂરી છે.

 

 

In-charge

Dr. P.A. SHUKHANADI

 

 Activities

Photo Gallery

Click Here